કૂડો ટુર્નામેન્ટનું આયોજન

ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે વિવિધ કૂડો ટુર્નામેન્ટનું આયોજન

14મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કૂડો ટુર્નામેન્ટ, 13મી કૂડો નેશનલ ( મંત્રાલય દ્વારા સ્વીકૃત) ટુર્નામેન્ટ અને ત્રીજો કૂડો ફેડરેશન કપનું સફળતા પૂર્વક આયોજન

છ દિવસીય આયોજનમાં દેશના 32 રાજ્યો સહિત પાડોશી દેશોના 4500 વિદ્યાર્થીઓએ લીધો છે ભાગ

સુરત: કોરોના મહામારીના બે વર્ષ બાદ સુરત ખાતે 14મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ફૂડો ટુર્નામેન્ટનું આયોજન સાથે જ 13મી કૂડો નેશનલ (મંત્રાલય દ્વારા સ્વીકૃત) ટુર્નામેન્ટ અને ત્રીજો કૂડો ફેડરેશન કપનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 25મી ઓક્ટોબર ના રોજ ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે આ ત્રણેય ટુર્નામેન્ટ નો આરંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં ખુદ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે 26 નવેમ્બરે હાજર રહી તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ aa પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે સુરત રેન્જ આઇજી ડૉ.રાજકુમાર પાંડિયન ઉપસ્થિત રહ્યા હતા.

ઉકા તરસાડિયા યુનિવર્સીટી ખાતે કૂડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા પ્રેસિડેન્ટ હાંશી મેહુલ વોરા અને સેક્રેટરી રેન્શી વીસ્પી ખરાડીનાં માર્ગદર્શનમાં  યોજાયેલા છ દિવસીય કૂડોના આ આયોજનમાં દેશના 32 રાજયો   અને પાડોશી દેશો ના સ્પર્ધકો મળી કુલ 4500 સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ પ્રસંગે હોલેન્ડ અને યુનાઈટેડ કિંગડમ ની ઇન્ટરનેશનલ ટીમ દ્વારા ડેમોટ્રેશન્સ કરવામાં આવ્યું હતું.