જન્મદિવસ પર અમિતાભ બચ્ચને કહ્યું સુરતના સુનીલ શાહએ પહેલા મારા પ્રશંસક છે કે જેમની સાથે ઝૂમ કોલિંગ પર વાત કરી

સંજીવ કુમાર ઓડીટોરિયમ ખાતે ઉદ્યોગપતિ સુનીલ શાહ દ્વારા અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર કર્યું હતું કેક કટિંગનું ભવ્ય આયોજન

સુરત. 11મી ઓક્ટોબરના રોજ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના 81મો જન્મદિવસ સુરત ખાતે તેમના બહુજ મોટા પ્રશંસક અને સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ખુદ અમિતાભ બચ્ચન લાઇવ જોડાયા હતા અને સુનીલ શાહનો આભાર વ્યક્ત કરવા સાથે જ હજારો પ્રશસંકો સાથે વાર્તાલાપ કરી અને તેમના રોચક સવાલોના જવાબ આપી આ દિવસને પ્રશંસકો માટે યાદગાર બનાવી દિધો હતો. એટલું જ નહીં પણ આ પ્રસંગે સુનીલ શાહ માટે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે સુનિલભાઈ મારા એક માત્ર એવા પ્રશંસક છે કે જેમની સાથે હું ઝૂમ કોલીંગ પર વાતચીત કરી છે.

સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહની અમિતાભ બચ્ચન ખુબજ મોટા પ્રશંસકોમાં ગણતરી થાય છે અને અમિતાભ બચ્ચન સાથે તેમના સારા સંબંધો છે. તેઓ દ્વારા દર વર્ષે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પણ જ્યારે પણ અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પણ વિવિધ સમાજિક સેવાના કાર્યોને જોડીને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સુનીલ શાહે જણાવ્યું હતું કે 11મી ઓક્ટોબર ના રોજ બિગ બી અમિતાભ બચ્ચનનો 81મી જન્મદિવસ હોઈ બચ્ચન સાહેબના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ સંજીવ કુમાર ઓડીટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો. અહીં તેમના પ્રશંસકોની હાજરીમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને આ સમયે ખુદ અમિતાભ બચ્ચન લાઈવ જોડાયા હતા અને પ્રશંસકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ દરમિયાન અનેક પ્રશંસકોએ અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યા હતા તો અમિતાભ બચ્ચને પણ તમામ સવલોના જવાબ આપી પ્રશંસકોને ખુશ કરી દીધા હતા.

અમિતાભ બચ્ચન દ્વારા ભેટ અપાયેલા ચીજવસ્તુની પ્રદર્શની નિહાળી પ્રશંસકો ખુશ થયા

આ સાથે જ સુનીલ શાહ દ્વારા તેમને અમિતાભ બચ્ચન દ્વારા ભેટ આપવામાં આવેલા કેબીસીના સુટ, ઓટોગ્રાફ વાળી ટી શર્ટ, પુસ્તકો અને અમિતાભ બચ્ચન દ્વારા લખાયેલા પત્રો સહિતની ચીજવસ્તુઓનું એકઝીબિશન પણ ઓડિટરિયમ ખાતે યોજવામાં આવ્યું હતું. આ ચીજવસ્તુઓ ને નિહાળી પ્રશંસકો એ ખુશીની લાગણી અનુભવી હતી.