સુપ્રસિદ્ધ સિંગર મુકેશના પ્રશંસકો માટે “મુકેશ જન્મ શતાબ્દી મહોત્સવ”નું આયોજન

અમદાવાદ, 22 ઓગસ્ટ, 2023: સિંગર મુકેશના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ગીતો આજે પણ નાના- મોટા સૌ કોઈને ગમે છે. તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે ચાંદની ગ્રુપ, ધોલેરા સર દ્વારા “મુકેશ જન્મ શતાબ્દી મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. 22 ઓગસ્ટના રોજ અમદાવાદના ટાગોર હોલમાં યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સિંગર સલિમ મલિક દ્વારા મુકેશના 100 સોન્ગ્સ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સલીમ મલિક સિંગર મુકેશના અવાજમાં ગાવા માટે જાણીતા છે.

આ કાર્યક્રમનો કોન્સેપ્ટ ઉમેશ (લાલાભાઇ)નો છે અને વોઇસ પ્રો મ્યુઝિકલ ઈવેન્ટ્સ દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો છે. સિંગર સલીમ મલિક સાથે ડો. પાયલ વખારિયા અને દિપાલી શાસ્ત્રી પણ પોતાના અવાજનો જાદૂ દર્શકો સમક્ષ પ્રસ્તુત કરશે. ગુજરાતમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે એકસાથે 100 ગીતો રજૂ કરવામાં આવશે.

આ મ્યુઝિકલ ઇવેન્ટમાં ઓર્કેસ્ટ્રા સંદીપ ક્રિશ્ચિયનનું છે, જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરીફ ખાન દ્વારા કરવામાં આવશે. 22 ઓગસ્ટે યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં બપોરે 2-00 થી 6-30 અને સાંજે 7-30થી 12-00 કલાક સુધીના એમ 2 શો રાખવામાં આવ્યા છે. સિંગર મુકેશના સાચા પ્રસંશકો અને રિયલ મ્યુઝિક લવર્સ માટે આ મ્યુઝિક ઇવેન્ટ યાદગાર બની રહેશે.