તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત સ્મરણોત્સવનું આયોજનને ભવ્ય પ્રતિસાદ
તેરાપંથ યુવક પરિષદ સુરત દ્વારા રક્તદાન અમૃત સ્મરણોત્સવ અંતર્ગત છેલ્લા છ દિવસોથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માર્ગદર્શન હેઠળ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રક્તદાન અમૃત સ્મરણોત્સવનું આયોજન ભારત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા આયુષ્માન સેવા પખવાડિયા અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. તેરાપંથ યુવક પરિષદ સુરત ના અધ્યક્ષ સચિન જૈન, મંત્રી શ્રીયાસ સિરોહિયા એ જણાવ્યું હતું કે સુરત દ્વારા 7 દિવસમાં 35 થી વધુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, હોસ્પીટલ, બેંક, ગ્રોસરી મોલ, ફોસ્ટા, ચેમ્બર ઓફ કોમર્સ, એનજીઓ, નાના મોટા ઔધોગિક એકમો, બિલ્ડર, શેયર બ્રોકિંગ, વ્યાપારિક સંગઠનો અને શૈક્ષિણક સંસ્થાઓ જેવી જગ્યા પર રક્તદાન શિબિર નું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું. આવતી કાલે એટલે કે 1 ઓક્ટોબરના રોજ 7 થી વધુ જગ્યા પર શિબિર નું આયોજન કરવામાં આવ્યુ છે. તમામ શિબિરો થકી 2000 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય છે.
ABTYP રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પંકજ ડાગાના નેતૃત્વમાં દેશભરમાં અને નેપાળ ખાતે 358 શાખાઓના માધ્યમથી ગત વર્ષે 17 સપ્ટેમ્બર થી 2022 ના રોજ એક દિવસમાં 6000 સે અધિક રક્તદાન શિબિરોનું આયોજન કરીને 2.50 લાખ થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો.
કાર્યક્રમના સંયોજક એ કહ્યું કે અમે આગળ પણ માનવ સેવા માટે તત્પર છીએ અને રક્તદાન શિબિરનું આયોજન કરતા રહીશું. રકતદાન શિબિરના આયોજનમાં તેયુપ સુરત MBDD ટીમ અને કાર્યકર્તાઓ ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે.