સુરત. 20 ઓક્ટોમ્બરનો દિવસ વિશ્વ ભરમાં ઇન્ટરનેશનલ શેફ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આ વખતની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવવા માટેની તૈયારીઓ શેફ સમુદાય દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. એક્સ ઇવેન્ટસ્ના સંસ્થાપક શેફ એલન ડીમોલો દ્વારા આ અંગેની જાગૃતિ લાવવા અને દેશના તમામ નાના મોટા શેફને એક કરવા માટે શેફ ઇન્ડિયાઝ રાઇડ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. એક મહિના સુધી યોજાનારી આ રાઇડ સુરત ખાતે પહોંચી હતી. ડુમસ રોડ, સુરત ખાતે લા મેરીડીયન હોટેલ દ્વારા રાઇડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ સુરતના શેફ શશિકાંત રાઠોડે આ રાઇડને હોસ્ટ કરી હતી. અહીં રોબિન હૂડ આર્મી સાથે મળીને ઉજવણી કરવામાં આવી હતી.