સગરામપુરા ખાતે તુલીપ ચિલ્ડ્રન હોસ્પિટલનું ઉદ્દઘાટન

30 બેડની હોસ્પિટલમાં NICU અને PICU ની સુવિધા ઉપલબ્ધ

સુરત: મેડિકલ ક્ષેત્રે આગળ વધી રહેલા સુરત શહેરમાં બાળકો માટેની વધુ એક સુવિધાસભર હોસ્પિટલનો ઉમેરો થયો છે. આજરોજ કેન્દ્રીય રેલ રાજ્ય અને ટેકસટાઇલ મંત્રી દર્શના જરદોશના હસ્તે સગરામપુરા વિસ્તારમાં 30 બેડની આધુનિક સુવિધાઓથી સજ્જ તુલીપ ચિલ્ડ્રન હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય અરવિંદ રાણા અને માઈનોરિટી સેલના પ્રદેશ અધ્યક્ષ ડૉ.મોહસીન લોખંડવાલા ઉપસ્થિત રહ્યા હતા.

સગરામપુરા નવસારી બજાર સ્થિત રાજેશ્રી સિટી સેન્ટરના ચોથા માળે શરૂ થયેલી આ હોસ્પિટલ બાળકો સંબંધિત તમામ પ્રકારની બિમારીઓ અને સારસંભાળ માટે શ્રેષ્ઠતમ સુવિધા સાથે સેવામાં ઉપલબ્ધ થઈ છે. હોસ્પિટલ ખાતે પીડિયાટ્રીશન અને નાનોટોલીજસ્ટ ડૉ.રઝાક વહોરા અને ડૉ.સાહિલ અવાડિયા જેવા નિષ્ણાંત તબીબો સેવા આપી રહ્યા છે. 30 બેડની હોસ્પિટલમાં NICU અને PICU ની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પીટલ ખાતે દરરોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ઓપીડી સેવા પણ કાર્યરત રહેશે.  સાથે જ વેક્સીનેશન માટે ઓપીડી, ફોટોથેરાપી નેબુલાઈઝેશન, ઓક્સીજન એન્ડ બબલ CPAP વેન્ટિલેટર અને સાથે 24×7 એમ્બ્યુલન્સ અને ફાર્મસીની  સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

વધુમાં હોસ્પિટલ દ્વારા શુભારંભ ઓફર પણ જાહેર કરવામાં આવી છે, જે મુજબ 15 જુલાઈ સુધી હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓને કન્સલ્ટિંગ ચાર્જ અને કોઈ પણ પ્રકારનો ફાઈલ ચાર્જ ચૂકવવો નહીં પડશે.