કચ્છના ભચાઉ પોલીસ મથકની હદમાં લુટારુઓ રોકડ લૂંટ સાથે દુષ્કર્મ કરી મહિલાની લાજ પણ લુટી ગયા!!!

“મહિલા બાળ કલ્યાણ ની વાતો કરનાર નેતાઓ અને સંસ્થાઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરતા માટે લાલબત્તી સમાન ઘટના પ્રકાશમાં આવી”

કચ્છના ભચાઉ પોલીસ મથકની હદમાં મોડી રાત્રે ચોરી કરવાના ઇરાદે આવેલા અજાણ્યા શખસોએ પેટનો ખાડો પુરવા આવેલા પરપ્રાંતી મહિલા નો એકલતાનો લાભ લઇ રોકડ રૂપિયા સાથે સાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પોલીસ તંત્ર નિષ્ક્રિય રહી હોય તેમ ભોગ બનનાર મહિલાએ અનુભવી રહ્યા હોય તેમ ઇમર્જન્સી સરકારના હેલ્પ લાઇનને મોબાઈલના માધ્યમથી જણાવ્યું છે અધૂરામાં પૂરું જિલ્લા પોલીસ વડા સમક્ષ આ મહિલા રાવ રજૂઆત કરતા કચ્છના ભચાઉ  પોલીસ ના ફરજનિષ્ઠ અધિકારીઓ ઊલટા ચોર કોટવાલ કો ડાટે ની જેમ પ્રાથમિક તપાસ સાથે ફરિયાદી સાથે બેહૂદું વર્તન અને આરોપી ભોગ બનનાર હોય તેવું પોલીસે અનુભવ કરાવ્યો છે એક તરફ પોલીસ પ્રજાના રક્ષક તરીકે જાણીતી છે તો બીજી તરફ કચ્છ ના ભચાઉ પોલીસે નિષ્ક્રિયતા ની નિશાની આપી હોય તેમ લાંબો સમય વિત્યો છતાં તપાસનો સિલસિલો ચાલુ હોય તેમ આજની તારીખે આરોપી ઝડપાયા નથી ઘટના ગત તારીખ ૦૨/૧૨/૨૦૨૧ ના રોજ ભોગ બનનારે જણાવી છે જ્યારે હાલ ૧૫/૦૫/૨૦૨૨ સુધી એટલે કે વિશ્વ પરિવાર દિવસ નિમિત્તે પણ કચ્છ ભચાઉ પોલીસ ભોગ બનનાર પરિણીતાને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ સમગ્ર ઘટના કઈ રહી છે પોલીસ  સૂત્રો અને મહિલા વચ્ચે થયેલી વાતો સહિત ભોગ બનનાર મહિલાએ દર્શાવેલ હકીકત અનુસાર એવી વિગત છે કે કચ્છના ભાચાઉ પોલીસ ની હદ મા આવેલ નાની ચિરઈ માં ભોગ બનાર મહિલા સાથે ચોર ના દિકરા ઓ આવી મોડી રાત્રે આશરે એક વાગ્યા ના સુમારે મા દિકરી પોતાના ધરે સુતા હતા એ સમયે ઓચિંતા ના મકાના પતારા પર થી પ્રવેશ કરી ધરમા ઘુશી જતો ભોગ બનેલ મહિલા ઉધમા હતી એ સમયે  અચાનક મહિલા ની પથારી પર આવીને  મહિલા ને બાંધી મહિલા સાથે દુષ્કર્મ કરી ધાક ધમકીથી ૧૫ હજારની લૂંટ ચલાવી હતી જે અંગે પોલીસમાં તત્કાલ ફરિયાદ ન લેતા જિલ્લા પોલીસ વડા તેમજ મહિલા હેલ્પલાઇન દ્વારા કોલ કરી બાદ પોલીસ ફરિયાદ ભોગ બનનારની મોડેમોડે એટલે કે ધોરણ ચાર દિવસ પછી મહિલાએ ભચાઉ પોલીસ મથકના ત્રણ-ચાર દિવસ સુધી ધક્કા ખાઈ છતાં પોલીસે ચોરી લૂંટની ફરિયાદ કરવાનું મહિલાને સુચન કરેલ પરંતુ દુષ્કર્મની ફરિયાદ અંગે પોલીસ કાર્યવાહી કરવામાં રસ ન હોય તેમ મહિલાની ઈમોશનલ કે કાયદાકીય આંટીઘૂંટી અંતર્ગત સલાહ-સુચન દેતા હોય જે ઘણી બધી દુઃખદ ઘટના કહી શકાય એવું ભોગ બનનાર મહિલાએ મહેસૂસ કર્યું છે આખરે દુષ્કર્મ અને લૂંટની ફરિયાદ અંતર્ગત પોલીસે ગુનો નોંધી ipc કલમ સાથે ગત તારીખ ૦૬/૧૨/૨૦૨૧ ના રોજ ગુનો નોંધ્યો છે જ્યારે ગુનો બન્યા બાદ ચાર-પાંચ દિવસ પછી ફરિયાદ પોલીસ સ્વીકારે છે? તો ન્યાય ભોગ બનનાર મહિલાને ક્યારે ?મળશે!!!? એ એક વિકાસ લક્ષી સરકારના નેતાઓ માટે ખાસ કરી મહિલા ચિંતક મહિલા સુરક્ષા ની વાતો કરનાર મહિલા સંગઠન  મહિલા અને બાળકલ્યાણ અંતર્ગત સસ્તી પ્રસિદ્ધિ મેળવતા નેતા નેતી ઓ અને મહિલા સંગઠનો એનજીઓ માટે લાલબત્તી સમાન કચ્છના ભચાઉ પોલીસની હદમાં લૂંટ સાથે દુષ્કર્મ ની ઘટના નો ભોગ બનનાર મહિલા પોતાનું અને પોતાના પરિવારનું  ગુજરાન ચલાવવા માટે પરપ્રાંતિય મહિલા કચ્છ માં લુંટારૂ ગેંગે પાસે પોતાનું મહેનતની મૂડી સાથે લાજ પણ લૂંટાવી દીધી છે છતાં પોલીસ તંત્ર ફોરેન્સિક રિપોર્ટ તેમજ પ્રાથમિક કાગળો કરી રહી છે આરોપીઓ ને જમીન ખાઈ ગઈ કે આસમાન ગળચી ગયો!!! તે ખબર પડતી નથી જ્યારે બુદ્ધિજીવી અને પોલીસ તંત્રના ઘણા બધા ફિલ્મી ડાયલોગ એવા પણ છે જે પોલીસ ધારે તો ચંપલ  ચોરીની ઘટના પણ તત્કાલ ઉકેલી શકે છે તો કચ્છ ભચાઉ પોલીસ કેમ? નહીં!!! રીપોર્ટ – મહેશ રાજગોર