IFFCOએ “IFFCO કિસાન ડ્રોન” મારફતે એગ્રી ડ્રોન્સમાં કામગીરી વિસ્તારી

સૂરત : IFFCO એ 2500 ડ્રોન્સ “IFFCO કિશાન ડ્રોન્સ” પ્રાપ્ત કરવા માટે વ્યાપક રાષ્ટ્રીય કેમ્પેઈન લોંચ કર્યું છે. માનનિય વડાપ્રધાનના વિઝન સહકાર સે સમૃદ્ધિથી પ્રેરાઈ ક્રાંતિકારી ઉત્પાદનો નેનો યુરિયા અને નેનો DAPના સોલ્યુશન્સના સ્પ્રે કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 5000 ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો વિકાસ દ્વારા આ કામગીરીને લઈ નેતૃત્વ પણ કરવામાં આવશે,જેઓ સ્પ્રેઈંગ ડ્રોન્સ માટે IFFCO દ્વારા તાલીમ પામેલાઓની ઓળખ કરવામાં આવે છે. ગ્રામિણ અર્થતંત્રને વેગ આપવા માટે આ એક મોટુ પગલું છે તથા માનનિય ગૃહમંત્રી અને સહકાર બાબતના પ્રધાન શ્રી અમિત શાહના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ અસરકારક પગલા ભરવામાં આવેલ છે.

ટેકનિકલ ક્ષમતાઓ, ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદન પ્રગતિ, ગુણવત્તાયુક્ત પ્રક્રિયા, તાલીમ અભ્યાસક્રમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સેસ કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર IFFCO મેનેજમેન્ટે પ્રતિષ્ઠિત કન્સલ્ટન્ટ, મેસસ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા નવી દિલ્હીની નિમણૂંક કરવામાં આવેલ છે, મેસસ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયા વિશેષતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને ઉદ્યોગના ધોરણો પ્રમાણે નેનો ફર્ટીલાઈઝર્સના છંટકાવ માટે IFFCO દ્વારા એગ્રી ડ્રોન્સની ચોક્કસ ટેકનિકલ વિશેષતાઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બેકઅપ સાથે IFFCO નેનો ફર્ટિલાઈઝર, WSF, બાયો-સ્ટીમ્યુલેન્ટ્સ જેવા કે સાગરીકા, એગ્રો-કેમિકલ્સ વગેરેના છંટકાવ કરવા માટે દરરોજ 20 એકર જેટલું ડ્રોન દ્વારા કવર કરવામાં આવે છે.

IFFCO નેનો ખાતરો અને સંબંધિત ઉપયોગિતાઓ સાથે ડ્રોનને ખેડૂતોના ખેતર સુધી લઈ જવા માટે L-5 કેટેગરીના ઈલેક્ટ્રિક વાહન થ્રી વ્હિલર અંતર્ગત 2500 ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર (લોડર પ્રકારના) પણ ખરીદવામાં આવશે.આ EV 3 વ્હિલર પર્યાવરણને અનુકૂળ છે. આ રસાયણિક ખાતર ડોઝને ઓછા કરવા તથા આ યોજના અંતર્ગત રાજ્યોને વધારે સહાયતા માટે સક્ષમ કરવા PM PRANAM સ્કીમનું પણ સમર્થન કરશે.

આ વિસ્તારમાં અને આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને મજબૂત કરવા માટે IFFCOએ ટ્રેક્ટર માઉન્ટેડ બૂમ સ્પ્રેયર, ટ્રેક્ટર માઉન્ટેડ હોજ રીલ સ્પ્રેયર્સ, HTP પાવર સ્પ્રેયર, સ્ટેટિક/પોર્ટેબલ સ્પ્રેયર, નિયો સ્પ્રેયરનો ઓર્ડર આપ્યો છે. નેનો ખાતરને કૃષિ સ્પ્રેયર અને ડ્રોનનો ઉપયોગ કરી પાંદડા પર ઉપયોગ કરવાના માધ્યમથી વિવિધ પાકો પર લગાવવામાં આવે છે. ડ્રોનનો ઉપયોગ કરી પાંદડા પર ઉપયોગ કરી વિવિધ પાકો પર છંટકાવ કરવામાં આવે છે. ડ્રોન અને સ્પ્રેયરનો ઉપયોગ કોઈ પણ પ્રકારના સ્પ્રેના ઉપયોગ માટે કરી શકાય છે.

રાસાયણિક ખાતર બાબતોના પ્રધાન શ્રી ડોક્ટર મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ IFFCOએ આ સ્માર્ટ હાઇ ટેક સોલ્યુશન્સ મારફતે ખેડૂતને ખેતરમાં નેનો યુરિયા અને નેનો DAP પૂરા પાડવામાં આવી રહ્યા છે.

IFFCO વિવિધ એગ્રો ટેકનોલોજી કે જેમાં નેનો ટેકનોલોજી આધારિત ખાતરો, એગ્રી ડ્રોન્સ, ગ્રામીણ ઈ-કોમર્સ, ડિજીટલ રીતે સક્ષમ ખેડૂતો તથા ખેતરો, IoT વગેરેમાં કામગીરી ધરાવે છે તથા વ્યાપક પ્રમાણમાં રોકાણ કરેલું છે. IFFCOનો લક્ષ્યાંક સાસત્યપૂર્ણ કૃષિ સાથે ઈનોવેટર્સ તથા પ્રગતિશીલ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો અને પ્રગતિશિલ ગ્રામીણ-ઉદ્યોગ સાહસિકો સાથે મજબૂત બ્રાન્ડ બનીને આધુનિક ભારતીય કૃષિનું ઉત્તમ રીતે નેતૃત્વ કરવાનું છે.