આઇડીટી અને એનએસડીસી વચ્ચે ઉદ્યોગ સંબંધિત તાલીમ માટે થયું જોડાણ

આ જોડાણથી સુરતના ઉદ્યોગો માટે કુશળ કારીગરો નું સૃજન કરવાને વેગ મળશે

સુરત: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી ( આઇડીટી) અને રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ  (એનએસડીસી) વચ્ચે જોડાણ થયું છે. દિલ્લી ખાતે એનએસડીસીની કોર્પોરેટ ઓફીસ ખાતે થયેલા આ જોડાણ પ્રસંગે આઈડીટીના ડાયરેક્ટર અંકિતા ગોયલ, અનુપમ ગોયલ, સીએસઆર એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ ફાઈનાન્સિંગ ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સંજીવા સિંહ અને મેનેજર હની પમનાની ઉપસ્થિત હતા. આ જોડાણનો ઉદ્દેશ્ય શિક્ષણ અને વ્યવસાયિક સંસ્થાઓને ઉદ્યોગો સાથે મળાવી તેમને યોગ્ય તાલીમ આપવી અને કૌશલ કારીગરોને રોજગાર તરીકે ઉપયોગમાં લેવાનો છે.

આ પગલું ભારતમાં કશૌલના વિકાસને એક નવી દિશા આપવા માટેનું છે. આ જોડાણ થકી બે સંસ્થાઓ મળીને વિભિન્ન ઉદ્યોગોમાં જરૂરી કૌશલ્યની ઓળખ કરશે અને ઉમેદવારોને  તે પ્રમાણેનું પ્રશિક્ષણ આપશે. એનએસડીસીએ ઘણા NBFCs સાથે જોડાણ કર્યું છે જેથી ફી ચૂકવવા અસમર્થ હોય એવા ઉમેદવારોને પણ કૌશલ આધારિત તાલીમ આપી શકાય.

આઇડીટીના ડાયરેક્ટર અનુપમ ગોયલે જણાવ્યું કે એનએસડીસી પણ ઉન્નતિ કેન્દ્રો સ્થાપવા જઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓને ભણતર ક્ષેત્રે સર્વોત્તમ જ્ઞાન પુરૂ પાડશે. આ કેન્દ્રો વિદ્યાર્થીઓને ઉદ્યોગો આધારિત તાલીમ આપશે અને તેમનામાં ઉદ્યોગોમાં સફળ થવા માટે કુશળ બનાવશે. અમે એનએસડીસી સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છે. જેથી કરીને ભારતમાં મજબૂત અને કુશળ કારીગરો નું નિર્માણ થાય. આ ભાગીદારી અમારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ આધારિત તાલીમ આપવા અને તેમને કારકિર્દી બનાવવા માટે અવસર પૂરો પાડશે.

એનએસડીસી વતી પારૂલ મહાજને જણાવ્યું હતું એનએસડીસી ભારતમાં કૌશલ અંતર ને પુરૂ કરવા અને કુશળ કારીગરો નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આઈડીટી સાથે ભાગીદારી કરી એ ઉમેદવારોને સર્વોત્તમ તાલીમ અને અનુભવો આપવા માટે ખુશી અનુભવીએ છીએ.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ પૂરો પાડવા અને તેમની ચોક્કસ ભૌગોલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે, IDT પીયર્સન સાથે જોડાણમાં ડિઝાઇનમાં વૈશ્વિક શિક્ષણ પ્રદાન કરે છે. IDT માં ડિઝાઇન શિક્ષણના બે વર્ષ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારો યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓમાંથી તેમની ડિગ્રી (3 જી વર્ષ) પૂર્ણ કરી શકે છે.

આ ભાગીદારી વિદ્યાર્થીઓ માટે સારા ભવિષ્ય તરફ એક મોટું પગલું છે. રાજ્યમાં ઉદ્યોગની જરૂરિયાતોને પહોંચી વળવા વિદ્યાર્થીઓને જરૂરી ક્ષમતાઓથી સજ્જ કરવા માટે ડિઝાઇન, વિકાસ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સમર્પિત IDT અને NSDCના સહયોગથી ઘણા સ્ટેન્ડ- અલોન પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવશે. આ સહયોગ મહાન ક્ષેત્રીય વિસ્તરણ તરફ દોરી જશે અને ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનું અંતર ઘટાડશે. આઇડીટીના નેજા હેઠળ ત્રણ વર્ષનો પૂર્ણ સમયનો ડિઝાઇન પ્રોગ્રામ ઉપલબ્ધ છે જે સિલ્વર ઓક યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ ઉપરાંત, વિવિધ સ્વતંત્ર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે જે NSDCના ઉદ્દેશ્યોને પૂર્ણ કરતી વખતે વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરીય કૌશલ્ય અને જ્ઞાન પ્રદાન કરે છે.

આ ભાગીદારી ભારતમાં કુશળ વર્કફોર્સ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને તે ઉદ્યોગ અને શૈક્ષણિક વચ્ચેના જોડાણને વધારવામાં મદદ કરશે. IDT અને NSDC ઉમેદવારોને જરૂરી કૌશલ્યો અને જ્ઞાન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે જે તેમને તેમની કારકિર્દીમાં સફળતા હાંસલ કરવામાં મદદ કરશે અને સંસ્થાના વિકાસમાં યોગદાન આપશે.