આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સન્માન સમારોહ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરતની ટીમે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરતની મુલાકાત લીધી.

આ પ્રસંગે રીજનલ હેડ શ્રી મનીષ વર્માના નેતૃત્વ હેઠળ બેંકની ટીમે સંસ્થાની લગભગ 50 મહિલા પ્રોફેસર્સને શિક્ષણ, સંશોધન અને સમાજના વિકાસમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કર્યા.

કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા મહિલાઓ માટે ઉપલબ્ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, જેથી વધુમાં વધુ મહિલાઓ બેંકિંગ સેવાઓ અને આર્થિક સશક્તિકરણનો લાભ મેળવી શકે.

તે ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરત દ્વારા રીજનલ ઓફિસમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને આમંત્રિત કરી તેમના સમર્પણ અને ઉત્તમ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમની અધ્યક્ષતા રીજનલ હેડ શ્રી મનીષ વર્માએ કરી હતી.

કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ પ્રોફેસર્સ, કર્મચારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.