ભગવાન મહાવીર યુનિવર્સિટીના બીએસસી અને એમએસસી કોર્સીસ સાથે સફળતાની સફરે નીકળો

ભગવાન મહાવીર યુનિવર્સિટી એ ઉચ્ચ શિક્ષણ માટેની અગ્રણી સંસ્થાઓ પૈકીની એક છે જેનો ઉદ્દેશ ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાનો અને સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ સાયન્ટિફિક ફિલ્ડ્સમાં પ્રોફેશનલ્સની માંગના પગલે યુનિવર્સિટી બેચલર ઓફ સાયન્સ અને માસ્ટર ઓફ સાયન્સ તથા ડિપ્લોમા પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. આ પ્રોગ્રામ્સ બોટની, ઝૂલોજી, માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી અને મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી (એમએલટી), સાયન્સ અને ડિપ્લોમા જેવા અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે.

મહત્વ અને અવકાશઃ

વિજ્ઞાનનું શિક્ષણ આજના વિશ્વમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે અમે વિજ્ઞાન જે રીતે આપણા સમાજને બદલી રહ્યું છે અને આપણને આગળ લાવી રહ્યું છે તેની પ્રશંસા કરીએ છીએ. અમે તાજેતરમાં રજૂ કરેલા કોર્સીસ એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ તેમના સ્પેશિયલાઇઝેશનના એરિયામાં વ્યાપક જ્ઞાન મેળવે જેથી તેઓ તેમના સંબંધિત કારકિર્દીના માર્ગે શ્રેષ્ઠ પર્ફોર્મર બની રહે.

બીએસસી અને એમએસસી બંને ડિગ્રીઓ અદ્વિતીય લાભો પૂરા પાડે છે. બીએસસી ડિગ્રી જે-તે ક્ષેત્રે મજબૂત પાયો પૂરો પાડે છે અને એન્ટ્રી-લેવલ પોઝિશન્સ માટેના દરવાજા ખોલે છે તેમજ કારકિર્દીના માર્ગોમાં વિવિધતા પૂરી પાડે છે. બીજી તરફ એમએસસીની ડિગ્રી સ્પેશિયલાઇઝેશન, કારકિર્દીમાં પ્રગતિ, સંશોધનની તકો તથા ઊંચી આવકની સંભાવના પૂરી પાડે છે. આ બંને વચ્ચેની પસંદગી વ્યક્તિગત કારકિર્દી લક્ષ્યાંકો અને વિષયોમાં રસ પર આધારિત છે.

આ પ્રોગ્રામ્સના ભાવિ સંભાવનાઓ તેનાથી પણ વધુ આકર્ષક છે. હેલ્થકેર, કેમિકલ, માઇક્રોબાયોલોજી, મેડિકલ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી, એન્વાયર્મેન્ટલ સાયન્સ અને બીજા અનેક ક્ષેત્રે ફેલાયેલા ઉદ્યોગોમાં હાલ એવા પ્રોફેશનલ્સની શોધ ચાલુ છે જેઓ આજના સમયે આપણને નડતા જટિલ મુદ્દાઓ ઉકેલી શકે. જ્યારે તેઓ અમારા કોઈપણ સાયન્સના કોર્સમાં દાખલ થાય છે ત્યારે તેઓ આ વિષયોને વધુ સારી રીતે સમજે છે અને આકર્ષક તથા સમાજમાં પ્રતિષ્ઠા અપાવે તેવી કારકિર્દી માટે તેમની જાતને તૈયાર કરે છે.

ભગવાન મહાવીર યુનિવર્સિટી જ શા માટે?
ભગવાન મહાવીર યુનિવર્સિટી ક્લાસરૂમ લર્નિંગની પરંપરાગત જડતાથી આગળ વધીને સંપૂર્ણ શિક્ષણ પૂરું પાડવામાં ગર્વ અનુભવે છે. નીચે એવા કેટલાક મુદ્દા રજૂ કર્યા છે જે દર્શાવે છે કે શા માટે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે.

1. એક્સપર્ટ ફેકલ્ટીઃ અમારી ફેકલ્ટી ન કેવળ પ્રતિષ્ઠિત સ્કોલર્સ છે પરંતુ તેઓ તેમના પોતાના વ્યવસાયોમાં પ્રેક્સિટસ કરતા એક્સપર્ટ્સ છે. તેઓ એવો સાનુકૂળ માહોલ પેદા કરે છે જ્યાં વિદ્યાર્થીઓ સવાલ પૂછી શકે, મુક્તપણે તેમના અભિપ્રાયો આપી શકે અને જ્ઞાનની દ્રષ્ટિએ અજાણી બાબતોમાં પણ ઊંડા ઉતરી શકે.

2. અત્યાધુનિક સુવિધાઓઃ ભગવાન મહાવીર યુનિવર્સિટી અત્યાધુનિક સુવિધાઓ છે જેમાં ફુલ્લી ફર્નિશ્ડ લેબોરેટરીઝથી માંડીને આધુનિક રિસર્ચ હબનો સમાવેશ થાય છે જ્યાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે. અમે પ્રેક્ટિકલ શિક્ષણની હિમાયત કરીએ છીએ અને અમારી સંસ્થાઓ એવા સ્થળો છે જ્યાં વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જે શીખે છે તેનો અમલ કરે છે.

3. ઉદ્યોગની માંગ મુજબનો અભ્યાસક્રમઃ અમારો અભ્યાસક્રમ જે તે ક્ષેત્રના પ્રોફેશનલ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેથી તે આજની અને આવતી કાલની ઉદ્યોગની માંગને પહોંચી વળી શકે. આના પગલે અમે માનીએ છીએ કે નોકરી આપનાર કંપનીઓની અલગ અલગ અપેક્ષાઓ હોય છે એટલે અમે અમારા વિદ્યાર્થીઓને તેઓ નવા ટ્રેન્ડ્સમાં સેટ થાય તે પ્રકારે તેમને ઢાળીએ છીએ.

4. ઇન્ટર્નશિપ અને નોકરીની તકોઃ અત્રે નોંધનીય છે કે અમારી સંસ્થા વિવિધ જાણીતા સંસ્થાનો કે કંપનીઓમાં ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ પ્રોગ્રામ્સ સહિત કેટલાક પ્રેક્ટિકલ કોર્સીસ પણ ઓફર કરે છે. આના પરિણામે આવી કેટલીક ક્ષણો ન કેવળ કામના સ્થળ અંગે પ્રાથમિક માહિતી પૂરી પાડે છે પરંતુ વિદ્યાર્થીઓ બિઝનેસ કનેક્શન્સ સ્થાપવા તેમજ તેમનો વ્યવસાય શરૂ કરવામાં મદદ પણ કરે છે.

5. સર્વાંગી વિકાસ
ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં અમે વિદ્યાર્થીને સંપૂર્ણપણે એટલે કે મન, શરીર અને આત્મીય એમ તમામ રીતે પોષવામાં માનીએ છીએ. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓ, લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ અને સમુદાયની સેવાની તકો જેવી બીજી અનેક પ્રવૃત્તિઓ છે જેનાથી વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ તથા વ્યવસાયિક આકાંક્ષામાં મદદ મળે છે.
તારણ
ભગવાન મહાવીર યુનિવર્સિટી તેના પક્ષેથી સાયન્સ એજ્યુકેશનમાં ઉત્કૃષ્ટતા પૂરી પાડવા માટે અને આગામી પેઢીના સાયન્ટિફિક લીડર્સને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદ્યાર્થીઓ માટે અમારા નવા વિસ્તારેલા કોર્સ દ્વારા ડિસ્કવરી, ઇનોવેશન અને સેલ્ફ-ડેવલપમેન્ટની પ્રક્રિયામાં ઝંપલાવાની આ રોમાંચક તક છે. આથી અમે તમામ સંભવિત વૈજ્ઞાનિકો અને સંશોધકોને સમૃદ્ધતા માટે સારા ભવિષ્યના નિર્માણ માટે આ સફરમા જોડાવા માટે અપીલ કરીએ છીએ.

શિક્ષણ, નવીનતા અને સામાજિક પ્રતિસાદપણા માટે અમારી પ્રતિબદ્ધતાથી એવા ગ્રેજ્યુએટ્સ તૈયાર કરવામાં મદદ મળે છે જેઓ આજના ઝડપથી બદલાતા વિશ્વને નડતા પડકારોનો સામનો કરવા માટે તૈયાર હોય જેથી તેમના સમુદાયો સારા સ્થળો બની શકે.

અમારા સાયન્સ પ્રોગ્રામ્સ અને એડમિશન પ્રોસેસ વિશે વધુ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ (https://www.bmusurat.ac.in/) ની મુલાકાત લો અથવા અમારી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસનો 7575807374/75 નંબર પર સંપર્ક કરો.