ડ્રીમ હાઈ ફાઉન્ડેશન અને વોક એજુકેટ દ્વારા શિક્ષણ જગત સાથે સંકળાયેલા 18 વ્યક્તિઓનું ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સિલન્સ એવોર્ડથી સન્માન

સુરત: શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપીને બાળકોના ભવિષ્યને ઘડાવનાર 18 જેટલા આચાર્ય,શિક્ષકો અને શાળાઓના ટ્રસ્ટીઓને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એક્સ્ક્લેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહનું આયોજન ડ્રીમ હાઈ ફાઉન્ડેશન અને વોક એજૂકેટ દ્વારા કરવામાં આવ્યું હતું. એવોર્ડ સમારોહ સાથે જ આજના બાળકો માટે સ્ક્રીન ટાઈમ એક સમસ્યા વિષય પર ફળદાયી પેનલ ચર્ચા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે નવલ રાઠી, મેક્સવેલ મનોહર, દીપક રાજગુરુ, મોનિકા શર્મા, સીએ રવિ છાવછરિયા, અમિત ખંડેલા, સુભાષ દાવર, મહેન્દ્ર તાયડે, સીએ અમિત સોમાણી હજાર રહ્યા હતા.

આ અંગે ડ્રીમ હાઈ ફાઉન્ડેશનના સંચાલક રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને ગરીબ બાળકોના શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કરનારા અને શિક્ષણ ક્ષેત્રે નવચાર સાથે ભવિષ્યની પેઢીને ઘડાવવા માટે યોગદાન આપનાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ વિશેષનું શિક્ષક દિવસ નિમિત્તે શ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એક્સ્ક્લેન્સ એવોર્ડ થી સન્માન કરવામાં આવે છે. વર્ષ 2016 થી આ એવોર્ડ સમારોહ દર વર્ષે યોજવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરના રોજ એવોર્ડ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા આચાર્યો, શિક્ષકો અને શાળાઓના ટ્રસ્ટીઓ મળી કુલ 18 વ્યક્તિ વિશેષનું ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એક્સ્ક્લેન્સ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત વ્યક્તિ વિશેષમાં જયેશ્રી બેન ચોરડીયા, મહેશભાઈ રામાણી, સરિકા સિંહ, નગીન ચૌહાણ,રાજીવ શ્રીવાસ્તવ, ચેતન હીરપરા, વત્સલ ભટ્ટ, રોહિત શર્મા, બંકિમ ઉપાધ્યાય, સવજી પટેલ, ડૉ. જી. વિજયાલક્ષ્મી, સંજય જૈન, ડો. બિમલ રામાણી, જયંત શુક્લ, મુકેશ પટેલ, કેશુભાઈ ગોટી, ભરતભાઈ નાકરણી અને યામિની ઉપાધ્યાય સામેલ હતા.

એવોર્ડ સમારોહની સાથે બાળકો માટે સ્ક્રીન ટાઈમ ની સમસ્યા એ વિશે એક પેનેલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેનેલિસ્ટ તરીકે ડૉ.સંજય મેહતા, ડો. ઉમા અરોરા, વિરાંગ ભટ્ટ, ડો.ચિંતન પાઠક અને ભાવિકા મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સ્કોલર ઈંગ્લીશ એકેડમી, પ્રાઈમેકસ, દિનેશ રાઠી, શાકિર ભાઈ અને મેજિક સ્લેટના સહયોગ થી યોજાયો હતો. જ્યારે કોંગેટ ઇન્ક, ગ્લોબલ કોલાઇન્સ સ્પોન્સર્સ હતા. કાર્યક્રમનું સંચાલન શીતલ કાસટ અને પૂજા અગ્રવાલે કર્યું હતું.