ડીપીએસ સુરતનું 100 ટકા પરિણામ

સુરત, 22 જુલાઇ, 2022: આજે જાહેર થયેલાં ધોરણ 12 સીબીએસઇ બોર્ડ પરિણામોમાં દિલ્હી પબ્લિક સ્કૂલ- સુરતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવતા શાળાને ગર્વ અપાવ્યું છે. શાળાના કુલ 259 વિદ્યાર્થીઓએ સીબીએસઇ ધોરણ 12ની પરિક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 100 ટકા નોંધાયું છે. શાળાની સરેરાશ ટકાવારી 85.9 ટકા હતી અને 97.8 ટકા સ્કૂલમાં સૌથી વધુ ટકા છે. કોમર્સ પ્રવાહમાં પરિધિ કૈલાશ ગુપ્તા અને મહેક નિર્મલ અગ્રવાલે 97.8 ટકા, સાયન્સ પ્રવાહમાં અર્શ ત્રિપાઠીએ 97.2 ટકા અને હ્યુમનિટિઝમાં ઝલક ગર્ગ 96.2 ટકા સાથે શાળાના ટોપર્સ રહ્યાં છે.