કલર્સની લોકપ્રિય ધારાવાહિકો ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ અને ‘જુનૂનિયત’ હવે નવા સમયે!

લોકોના દિલ જીતનાર કલર્સના લોકપ્રિય શો ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ અને ‘જુનૂનિયત’ ની વાર્તા હવે એક રોમાંચક વળાંક લઈ રહી છે. વાર્તાને નવી દિશા મળી રહી છે, ત્યારે આ બંને શો માટે અલગ ટાઇમ સ્લોટ ફાળવવામાં આવી રહ્યો છે. 19મી જૂનથી દર સોમવાર થી શુક્રવાર ધારાવાહિક ‘જુનૂનિયત’ રાત્રે 9:00 વાગ્યે જ્યારે ધારાવાહિક ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ રાત્રે 10:00 વાગ્યે કલર્સ પર પ્રસારિત થશે.
‘ધર્મપત્ની’ની આગામી વાર્તામાં પ્રતીક્ષા (કૃતિકા સિંહ યાદવ) સશક્ત રૂપમાં જોવા મળશે કારણ કે પોતાના અધિકાર મેળવવા માટેની લડત તેણીએ શરૂ કરી છે. જ્યારે, બીજી બાજુ રવી (ફહમાન ખાન) પ્રતિક્ષા પ્રત્યે આકર્ષણ અનુભવશે. તેમના સ્વપ્નશીલ રોમાન્સની આ શરૂઆત હોઈ શકે છે. ધારાવાહિક ‘જુનૂનિયત’માં જૉર્ડન (ગૌતમ સિંહ વિગ) પોતાની માતા સાથે મળીને પત્ની ઇલાહી (નેહા રાણા)ને ત્રાસ આપે છે અને જહાન (અંકિત ગુપ્તા) માસ્ક્ડ સિંગર તરીકે નામના મેળવીને કેનેડાથી ભારત પાછો ફરશે. જહાનના હૃદયમાં ઇલાહી અને જૉર્ડન પ્રત્યે તિરસ્કાર ભરેલ છે. આ ત્રણેય જણાંને ઘણા સવાલોના જવાબ આપવાના છે અને જહાનના કોન્સર્ટ બાદ તેઓ એકબીજા સામે આવશે. આ બંને ધારાવાહિક પ્રેમ અને નિયતિની સીમા સાથે કેવી રીતે લડત આપે છે, તે જોવું રોચક હશે.
ધારાવાહિક ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ના નવા ટાઇમ સ્લોટ અંગે પ્રોડ્યૂસર એકતા આર. કપૂર કહે છે, “ધારાવાહિક ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ને મળેલ દર્શકોના પ્રેમ અને સપોર્ટથી બાલાજી ટેલિફિલ્મ્સ અભિભૂત છે. રાત્રે 10:00 વાગ્યાનો સમય આ ધારાવાહિક માટે ફાળવવામાં આવ્યો છે, તેનાથી સમસ્ત ટીમ ઘણી જ ખુશ છે, કારણ કે આ સમય અમારી ધારાવાહિકો માટે ખૂબ જ શુભ સાબિત થયેલ છે. અમારા દર્શકોને ગમે તેવી મનમોહક વાર્તાનું સર્જન કરવા માટે અમે અમારું હૃદય તેમાં રેડી દીધું છે. આ પ્રતીક્ષા અને રવીની સક્ષમતાની મુસાફરી છે. પ્રેક્ષકોનું પ્રેમ અમને આગળ પણ મળતું રહેશે એવી અમારી અપેક્ષા છે.”
ધારાવાહિક ‘જુનૂનિયત’ના નવા ટાઇમ સ્લોટ અંગે પ્રોડ્યૂસર સરગુન મેહતા અને રવી દૂબે કહે છે, “’જુનૂનિયત’ અમારો એક ખાસ પ્રોજેક્ટ છે, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ડ્રીમીયતા એન્ટરર્ટેંમેંટ આ પ્રેમ અને પ્રશંસા બદલ પ્રેક્ષકોનો આભાર માને છે. આ ધારાવાહિકને પ્રાઇમ સ્લૉટ મળ્યો, માટે અમે બહુ જ ખુશ છીએ અને વાર્તા પણ અત્યારે એક નાટ્યાત્મક વળાંક લઈ રહી છે. જહાન, જૉર્ડન અને ઇલાહીના સંબંધો હવે બદલાઈ જશે અને અમને ખાતરી છે કે, તેનાથી તેમની ‘જુનૂનિયત’માં પણ એક ટ્વિસ્ટ આવશે. વાર્તામાં આગળ પણ અમે અમારા દર્શકોનું મનોરંજન કરતા રહીશું, તેવી ખાતરી આપીએ છીએ.”

જોતાં રહો, ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ હવે રાત્રે 10:00 વાગ્યે અને ‘જુનૂનિયત’ રાત્રે 9:00 વાગ્યે, દર સોમવાર થી શુક્રવાર ફક્ત કલર્સ પર!