કલર્સ લાવી રહી છે રોચક નવો ફિકશનલ ડ્રામા….

નવેમ્બર, 2022: બે યુગલ, એક સદ્ધર પંજાબી યુગલ- રવિ રંધાવા (ફહમાન ખાન) અને કીર્તિ સચદેવ (ગુરપ્રીત બેદી) અને અન્ય મધ્યમ વર્ગનું યુગલ પ્રતિક્ષા પારેખ (કૃતિકા સિંહ યાદવ) અને મલ્હાર ઠાકુર (આકાશ જગ્ગા)ની આ વાર્તા છે. રવિ અને કીર્તિ બાળપણનાં પ્રેમી છે, પ્રતિક્ષા અને મલ્હાર ટૂંક સમયમાં જ એરેન્જ્ડ મેરેજનાં ભાગરૂપ એકત્ર થવાનાં છે. જોકે તેમના નસીબ જ્યારે એકબીજામાં ગૂંથાય ત્યારે શું થઈ શકે? તેઓ તે પછીની સ્થિતિને કઈ રીતે સંભાળી લેશે? આ બે વિસંગત યુગલોના પ્રવાસનું પગેરું મેળવતાં કલર્સ લાવી છે નવો ફિકશન ડ્રામા પ્યાર કે સાત વચન ધરમ પત્ની. બાલાજી ટેલિફિમ્સ્સ દ્વારા નિર્મિત શોનું પ્રસારણ 28મી નવેમ્બરે થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.00 વાગ્યાથી, ફક્ત કલર્સ પર.

 વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્મા કહે છે, “કલર્સમાં અમે વિવિધ ભાવનાઓ, રોચક પાત્રો અને અસમાંતર ડ્રામા સાથેના પ્રકારોમાં વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટ પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે. બાલાજી ટેલિફિલ્મ્સ સાથે અમારા દીર્ઘ સ્થાયી સંબંધો સાથે અમે અમારા દર્શકો માટે અમુક પ્રતિકાત્મક શો નાગીન અને પરિણીતી લાવ્યા હતા, જેણે અમારા દર્શકોનું હૃદય અને મન જીતી લીધું હતું. સફળતાના આ દોરને ચાલુ રાખતાં અમને હવે નસીબનો ખેલ લાવવાની ખુશી છે, પ્યાર કે સાત વચન ધરમ પત્ની. બે અત્યંત અજોડ યુગલો માટે ભાગ્ય કેવી અણધારી યોજના ઘડી કાઢે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે અને અમને ખાતરી છે કે દર્શકો ફરી એક વાર અમને તે જ પ્રેમ અને ટેકો આપશે.”

 બે અલગ અલગ ધર્મમાંથી આવેલાં બે યુગલોનો માર્ગ ફંટાય છે અને ટૂંક સમયમાં જ તેમણે કલ્પના પણ નહીં કરી હોય તે રીતે તેમનું જીવન બદલી નાશે. પ્રતિક્ષા પારેખ શાળામાં શિક્ષિકા છે. તેને જીવનમાં નાની બાબતોમાં આનંદ મળે છે. જોકે ભાગ્ય તેના આશાવાદની કસોટી કરે છે અને તેનો પ્રેમ આઈપીએસ બનવા ઈચ્છુક મલ્હાર સ્વાર્થી અને તકવાદી છે. બીજી બાજુ રવિ રંધાવા સેલિબ્રિટી બિઝનેસ ટાયકૂન છે અને તેની પત્ની કીર્તિ સચદેવા એનજીઓ સ્વયંસેવિકા છે, જે ગરીબોને મદદ કરવા માટે કોઈ કસર બાકી રાખતી નથી. આ બે યુગલો કયા સંજોગોમાં ભેગાં થાયછે અને તે પછી તેમના જીવનમાં શું થાય છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. તેમનું ભાગ્ય એકબીજાની અંદર કઈ રીતે ગૂંથાયું છે?

 બાલાજી ટેલિફિલ્મ્સનાં નિર્માત્રી એકતા કપૂર કહે છે, ” ‘પ્યાર કે સાતવચન ધરમ પત્ની’ રોમાંચક વાર્તા છે, જે મારા મનના અત્યંત નજીક થીમ ભાગ્ય પર આધારિત છે. દરેક પાત્ર વાર્તાને આગળ લઈ જવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેમનું ભાગ્ય તેમનુ ભવિષ્ય ફરીથી લખે છે તેમ ડ્રામાના નવા લેયર ઉમેરાય છે. દર્શકોને વિવિધ તબક્કે અનેક રોચક વળાંકો જોવા મળશે, જે તેમને રોમાંચિત કરવા સાથે વધુ માણવા માટે ઉત્સુક બનાવશે. મને કલર્સ સાથે ભાગીદારી કરવાની અને આ વાર્તા માટે મારા વિઝનને પ્રદાન કરતી ટીમ અને કલાકારો સાથે કામ કરવાની બેહદ ખુશ છે.”

 રવિ રંધાવાની ભૂમિકા ભજવતો ફહમાન ખાન કહે છે, “મને ફરી એક વાર કલર્સ સાથે હાથ મેળવવાની ખુશી છે અને ટેલિવિઝનની રાણી નિર્માત્રી એકતા કપૂરના ધ્યેયનો હિસ્સો બનવાની ખુશી છે. પ્યાર કે સાત વચન ધરમ પત્નીમાં હું કવિ રંધાવા તરીકે જોવ મળીશ, જે ચંડીગઢનો વેપારી દિગ્ગજ તેની કારકિર્દીની ચરમસીમાએ છે. ભાગ્ય તેના જીવનમાં મોટો વળાંક લાવે છે ત્યારે બધાને ટૂંક સમયમાં જ ભાન થાય છે કે રવિની બાબતમાં આંખે દેખાય તેનાથી પણ વધુ છે.” 

 પ્રતિક્ષા પારેખની ભૂમિકા ભજવતી કૃતિકા સિંહ યાદવ કહે છે, “પ્યાર કે સાત વચન ધરમ પત્નીમાં મને ઉદાર મનની છોકરીની ભૂમિકા ભજવવાની તક મળી તે મારે માટે વિશેષ છે. ઘણી બધી બાબતોમાં હું પ્રતિક્ષા જેવી મજબૂત બનવાનું શીખી રહી છું. તે અસાધારણ સ્થિતિઓમાં સપડાયેલી સીધીસાદી છોકરી છે, જે તેના ભાગ્યમાં લખાયું છે તેનાથી અજાણ છે અને તેનું જીવન સંપૂર્ણ બદલાઈ જવાનું છું. હું આ રોચક વાર્તા દર્શકો સામે આવે તે જોવા ઉત્સુક છું. તેમને ભાગ્ય લોકોને કઈ રીતે એકત્ર લાગે છે તે જોવા મળશે.”  

 મલ્હાર ઠાકુરની ભૂમિકા ભજવતો આકાશ જગ્ગા કહે છે, “પ્યાર કે સાત વચન ધરમ પત્નીમાં મલ્હાર ઠાકુરની ભૂમિકાએ કલાકાર તરીકે મને મારી કાબેલિયત સિદ્ધ કરવાની તક આપી છે. વાર્તા મહત્ત્વાકાંક્ષી અને તોછડા પાત્રમાં રસપ્રદ વળાંક પ્રદાન કરે છે, જે અગાઉ મેં ક્યારેય જોયું નથી. હું કલાકાર તરીકે પોતાને પડકારવા ઉત્સુક છું અને આશા છે કે આ શો થકી દર્શકો સાથે જોડાણ નિર્માણ કરી શકીશ.”