ભોજપુરી ફિલ્મ અભિનેતાએ લીધી એલાયન્સ હાઉસની મુલાકાત

સુરત. ભારતીય જનતા પાર્ટી ના ઉત્તર પ્રદેશના સાંસદ અને ભોજપુરી ફિલ્મોના અભિનેતા રવિ કિશન આજરોજ ચૂંટણી પ્રચાર અર્થે સુરતના મહેમાન બન્યા હતા. દરમિયાન તેમને સોસીયો સર્કલ સ્થિત એલાયન્સ હાઉસની મુલાકાત લીધી હતી. એલાયાન્સ હાઉસના માલિક સુભાષ દાવરે રવિ કિશન નું ભવ્ય સ્વાગત કર્યું હતું. એલાયાન્સ હાઉસના ખાતે પહોંચેલા રવિ કિશને એલાયાન્સ હાઉસના તમામ કર્મચારીઓ, ગ્રાહકો સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત સાથે વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી.