“આયોધ્યાં નગરી ફૂડ ફેસ્ટિવલ”

તા. 19 જાન્યુઆરીથી સાંજે 4 વાગ્યાથી ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ” લે મેરિડીયન ડુમસ રોડ સુરત
જય શ્રીરામ
ભારત વર્ષની 500 વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીની તપસ્યા સફળ થઈ. હવે આપણે સૌ 22મી જાન્યુઆરીએ સનાતની રઘુકુળ વંશની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. ખુશીના આ પ્રસંગે સંપૂર્ણ દેશમાં ખુશી અને તહેવારોનો માહોલ છે. એટલે જ લે મેરિડીયન સુરત ખાતે અમે ” અયોધ્યા નગરી “ના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરી રહ્યા છે. આ વિચાર અમારા જનરલ મેનેજર શ્રી પ્રકાશ પરમાર, એક્ઝિક્યુટિવ શેફ શ્રી શશીકાંત રાઠોડ , સેલ્સ મેનેજર શ્રી તરબેજ શેખ અને શ્રીમતી વિનીફર ટોડીવાલા ને આવ્યો અને આ અવસરને યાદગાર રીતે મનાવવા “અયોધ્યા નગરી” ફૂડ ફેસ્ટિવલ નું આયોજન 19 જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે.
“અયોધ્યા નગરી” ફૂડ ફેસ્ટિવલ નું આયોજન “ઓલ ડે ડાઇનિંગ ” રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવશે. આ દરમિયાન હોટેલ ને દિવાળીની જેમ રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવશે. રામધૂનથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિમાં લીન હશે. આ પ્રાચીન વ્યંજન ખાસ સુરતવાસીઓ માટે બનવવામાં આવશે.