AM/NS Indiaનું સુરતમાં વિશાળ સ્તરે મૅન્ગ્રોવ વાવેતરની સાથે ગ્રીન કવરનું વિસ્તરણ

ડભારી બીચ ખાતે યોજનાનો આરંભ, 100 હેક્ટર વિસ્તારમાં 2.5 લાખ રોપાં વાવવાનું આયોજન

હજીરા-સુરત, ગુજરાત | ફેબ્રુઆરી 19, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ સુરત જિલ્લાના ડભારી બીચ ખાતે મૅન્ગ્રોવ વાવેતર અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન કવર વધારવા અને પર્યાવરણિય સ્થિરતા જાળવવા માટે AM/NS ઈન્ડિયાએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પહેલ દરિયાકાંઠે મૅન્ગ્રોવના રોપા વાવીને શરૂ કરવામાં આવી છે, જે પર્યાવરણ સંરક્ષણ અને હવામાન પરિવર્તન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

આ વાવેતર અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકાંઠે ગ્રીન કવર વધારવાનો છે, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવું અને હવામાન પરિવર્તનના પ્રભાવોને ઘટાડવો છે. આ પહેલને આગળ વધારતાં, 100 હેક્ટર દરિયાકાંઠા વિસ્તારમાં 2.5 લાખ મેન્ગ્રોવના રોપાની વાવણી કરવામાં આવશે, જે લાંબા ગાળાના પર્યાવરણિય સંરક્ષણ અને તેની પુનઃસ્થાપન માટે યોગદાન આપશે. હાલ પ્રોજેક્ટ નર્સરી વિકાસના તબક્કામાં છે, જેથી મોટા પાયે વાવેતર માટે સ્વસ્થ અને મજબૂત રોપા ઉપલબ્ધ થઈ શકે.

આ પહેલ કંપનીના અગાઉના કાંઠાનું પુનઃસ્થાપન કાર્યનો વિસ્તૃત ભાગ છે. અગાઉ AM/NS India દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં 900 હેક્ટર વિસ્તારમાં 23 લાખ મૅન્ગ્રોવનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું, જેના કારણે કુદરતી કાંઠાનું રક્ષણ કરવાનું કાર્ય વધુ મજબૂતીથી થઈ રહ્યું છે. આ ઉપરાંત, અતિપ્રકોપી હવામાન પરિસ્થિતિઓ સામે સ્થિરતા વધી છે.

મૅન્ગ્રોવ વાવેતરથી નોંધપાત્ર “બ્લૂ કાર્બન” સંગ્રહ ક્ષમતા ઊભી થશે, જે લાંબા ગાળામાં હજારો ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે. સાથે જ આ પહેલ દરિયાકાંઠે ભેજાળ જમીનોની પુનઃસ્થાપન, માછલી પ્રજનન ક્ષેત્રોના વિકાસ, માટી અને જળ પ્રણાલીની સ્થિરતા તેમજ દરિયાકાંઠાના જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં યોગદાન આપશે. આ પર્યાવરણિય લાભો દરિયાકાંઠા પર આધારિત સ્થાનિક જીવનોપાર્જનને પણ મજબૂત બનાવશે.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડભારી અને પિંજરત ગામોના સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી કંપનીની સહભાગી અને સર્વસમાવેશક ટકાઉ વિકાસ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે.

પર્યાવરણ પુનઃસ્થાપનને સમુદાય સહભાગિતાથી જોડતાં AM/NS India પોતાની પર્યાવરણ અને CSR પ્રતિબદ્ધતાઓને વધુ મજબૂત બનાવે છે. Smarter Steels, Brighter Futures” ના ધ્યેય સાથે કંપની ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવી હરિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.