પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2026 માં Ajay’s Café, ‘લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત

અમદાવાદ, 05 જૂન 2026 : ભારતનું અગ્રણી ઘરેલુ કાફે અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) બ્રાન્ડ્સમાં સામેલ, Ajay’s Café ને "પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ 2026" માં "લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર' એવોર્ડ" થી સન્માનિત કરાયું.

આ એવોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 30 મેના રોજ અમદાવાદના હયાત રિજન્સી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં Ajay’s Café ના ઉદ્યોગસાહસિકતા, રોજગાર સર્જન અને ઓર્ગેનાઇઝ્ડ કાફે ઉદ્યોગના વિકાસમાં યોગદાનને માન્યતા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા સ્થાપિત, Ajay’s Café નવસારીમાં એક જ આઉટલેટથી આજે 58 શહેરોમાં 265 થી વધુ આઉટલેટ્સના નેટવર્કમાં વિકસ્યું છે. હવે તે ભારતના સૌથી ઝડપથી વિકસતા કાફે અને QSR બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. આ ઓળખ અને માન્યતા કંપનીની વિકાસ યાત્રામાં એક માઇલસ્ટોન છે, જે એક ફ્રેન્ચાઇઝ-આધારિત મોડેલ પર બનાવવામાં આવી છે, જેનું ફોકસ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે નવી તકો ઊભી કરવા પર કેન્દ્રિત છે.

આ એવોર્ડ પ્રાપ્ત કરતા, Ajay’s Café ના સંસ્થાપક અને ડિરેક્ટર અજય સોલંકીએ કહ્યું હતું કે, “એવોર્ડ એ બાબતની ઓળખ આપે છે કે, શું પ્રાપ્ત થયું છે, જ્યારે જવાબદારી આગળ શું કરવાનું છે, તે બાબતની સભાનતા કેળવે છે. આ સન્માન અમારી અત્યાર સુધીની સફરને એક ઓળખ આપે છે. આની સાથે જ, તે મોટા સ્વપ્ન જોવા, વધુ ઉમદા કાર્ય કરવા અને મોટી અસર ઉભી કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. અમે આ સન્માનને કૃતજ્ઞતા અને અમારા ભવિષ્યના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે નવા નિશ્ચય સાથે સહર્ષ સ્વીકારીએ છીએ.”

વર્ષ 2014 માં તેની સ્થાપના પછીથી, Ajay’s Café એ 200 થી વધુ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા પોતાના સાહસો સ્થાપિત કરવા અને વિકસાવવા સક્ષમ બનાવ્યા છે. કંપનીએ લગભગ 1,000 લોકો માટે સીધી રોજગારીની તકો પણ ઉભી કરી છે, જેનાથી અનેક શહેરોમાં સ્થાનિક આર્થિક વિકાસમાં મદદ મળી છે. આ બ્રાન્ડ આજે ગુજરાત, રાજસ્થાન અને અન્ય બજારોમાં દરરોજ હજારો ગ્રાહકોને સર્વિસ આપે છે.

આ બ્રાન્ડની ફિલોસોફી માત્ર ભોજન પીરસવા સુધી સીમિત નથી. સારી ક્વોલિટીનો ખોરાક સુલભ અને સસ્તું બનાવવાના મિશન સાથે, Ajay’s Café એ એક એવું બિઝનેસ મોડલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ગ્રાહકો, કર્મચારીઓ અને ફ્રેન્ચાઇઝ ભાગીદારો વચ્ચે શેયર્ડ ગ્રોથ (સહિયારી વૃદ્ધિ)ને પ્રોત્સાહન આપે. ખાસ વાત એ છે કે, કંપની ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ પાસેથી રોયલ્ટી અથવા પ્રોફિટ-શેરિંગ ફી વસૂલતી નથી, જેનાથી તેઓ બ્રાન્ડની સાથે-સાથે સસ્ટેનેબલ અને નફાકારક બિઝનેસ બનાવી શકે છે.

નજીકના ભવિષ્યમાં, Ajay’s Café ચાલુ વર્ષના અંત સુધીમાં કંપની ઓન્ડ, કંપની ઓપરેટેડ (COCO) મોડેલ હેઠળ વસઈ-વિરાર ક્ષેત્રમાં 30 આઉટલેટ્સ તેમજ રાજકોટ અને ઉદયપુરમાં વધારાના આઉટલેટ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. વર્ષ 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR અને કાફે ચેઇન બનવાના વિઝનના ભાગરૂપે, Ajay’s Café એ વર્ષ 2027 સુધીમાં 500 આઉટલેટ્સને પાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.