અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આશિમા ટાવર્સ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં, અતિથિ તરીકે શ્રી દેવાંગ દાણી, કોર્પોરેટર, બોડકદેવ એ ખાસ હાજરી આપી હતી. આર્ક ઇવેન્ટના ડો. મિતાલી નાગ તથા તેમના ઓર્કેસ્ટ્રા ગ્રુપે ગરબાની રમઝટ બોલાવી હતી. ચેરમેન નવનીત નાગે ખેલૈયાઓને ઇનામ આપીને અભિવાદન કર્યું હતું.