સાર્વજનિક યુનિવર્સિટીના એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા.16 એપ્રિલ 2026ના રોજ સવારે 10:00 વાગ્યે SU સેમિનાર હોલ, અથવાલાઇન્સ, સુરત ખાતે “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં અંતિમ વર્ષના ગ્રેજ્યુએટ (સેમેસ્ટર-૬) વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને MBA પ્રોગ્રામ, વિવિધ સ્પેશિયલાઇઝેશન અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને વર્તમાન ઉદ્યોગના ટ્રેન્ડ્સ, કંપનીઓની અપેક્ષાઓ અને વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી કૌશલ્યો અંગે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત વક્તાઓએ તેમના અનુભવો અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. શ્રી વિક્રમ ચંપાનેરિયા (Head – Talent Acquisition, NJ Group) એ વર્તમાન કોર્પોરેટ વર્લ્ડની અપેક્ષાઓ અને પ્લેસમેન્ટ માટે જરૂરી સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપ્યું. પ્રો. મેહુલ ઠક્કર (નવસારી કૃષિ યુનિવર્સિટી) એ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઊંચા અભ્યાસની તકો અને વિવિધ સ્પેશિયલાઇઝેશન અંગે માહિતી આપી. ડૉ. હિરેન પટેલ (Assistant Professor, SRLIM) એ MBA પ્રોગ્રામની રચના અને તેના પ્રેક્ટિકલ લાભો વિશે વિસ્તૃત સમજણ આપી. કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડયા તથા SRLIMના ડિરેક્ટર ડૉ. જીમી એમ. કાપડીઆએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.