સાર્વજનિક યુનિવર્સિટીમાં “સમત્વમ્” કાર્યક્રમનું આયોજન

સાર્વજનિક યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે તા. 10 માર્ચ 2026ના રોજ “સમત્વમ્ (સમાનતા • સન્માન • સશક્તિકરણ – સર્વસમાવેશક અને સશક્ત સમાજ તરફ એક પહેલ)” વિષય પર Gender Sensitization Programmeનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ લિંગ સમાનતા, સંવેદનશીલતા અને સર્વસમાવેશિતા અંગે જાગૃતિ લાવવાનો તથા વિધાર્થીઓ અને યુનિવર્સિટી સમુદાયને આ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં શ્રી આશિષ વકીલ, President, સાર્વજનિક યુનિવર્સિટી તથા ડૉ. કિરણ પંડ્યા. Provost, સાર્વજનિક યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી શ્રદ્ધા શાહ, Founder – Tapperz Dance School, તથા Advocate હિરલ પનવાલા ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મહેમાન વક્તાઓના પ્રેરણાદાયી સંબોધન રહ્યા હતા। શ્રીમતી શ્રદ્ધા શાહે તેમના અનુભવ દ્વારા અનુશાસન, અથાગ મહેનત અને આત્મઅભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પડકારોને પાર કરી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। જ્યારે Advocate હિરલ પનવાલાએ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક અનુભવ દ્વારા આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત લોગો નિર્માણ, પોસ્ટર નિર્માણ, બુકમાર્ક નિર્માણ, વાદ-વિવાદ તથા મૂવી રિવ્યુ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિવિધ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સંવાદ, પ્રેરણા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ મંચ પુરવાર થયો હતો તથા સર્વસમાવેશક, સન્માનજનક અને સમાન સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.