સુરત: ૧૪મી ઑક્ટોબરે ગજેરા ગ્લોબલ સ્કૂલમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા આયોજિત એક શૈક્ષણિક મુલાકાત માટે ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ શ્રી પોલ મર્ફીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મર્ફીએ વિદ્યાર્થીઓ સાથે વૈશ્વિક શિક્ષણ, વૈશ્વિક સહકાર અને સાંસ્કૃતિક વિનિમય અંગેના આંતરદ્રષ્ટિપૂર્ણ વિચારો શેર કર્યા હતાં. સાથે તેમણે શાળાની નવીન શિક્ષણ પદ્ધતિઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ અવલોકન કર્યું હતું. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સંબંધો અને વૈશ્વિક શિક્ષણમાં ઑસ્ટ્રેલિયાની ભૂમિકા વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવી હતી. શ્રી પોલ મર્ફી સમક્ષ વિદ્યાર્થીઓએ ગુજરાતી ગરબા પ્રસ્તુત કર્યા હતા; જેમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ત્યારબાદ તેમણે ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ડાયમંડની તથા વાત્સલ્ય ધામની મુલાકાત લીધી હતી.