જી. ડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ના વિદ્યાર્થીઓ એ ખેલ મહાકુંભમાં મેળવેલ સફળતા માટે સ્કુલ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
સુરત: જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ખેલ મહાકુંભ રમત ગમત સ્પર્ધામાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવવા માટે 9 મી જુલાઈ 2022 ના રોજ એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે માનનીય જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ, શ્રી ભાર્ગવ મેરાઈ (રણજી ટ્રોફી ગુજરાતના કેપ્ટન), શ્રી આર્ય દેસાઈ (અંડર-19 ગુજરાત ટીમના કેપ્ટન), શ્રી નૃપા વ્યાસ (પ્રોબેબલ અંડર-19 મહિલા વર્લ્ડ કપ માટે NCAમાં સહભાગીઓ), અને શ્રી આયુષી ગજ્જર (વેઇટલિફ્ટિંગ નેશનલ લેવલે સિલ્વર મેડલ વિજેતા) હાજર રહી સમારોહ ની શોભા વધારી અને વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપીને તેમના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
સમારોહ દરમિયાન શાળાનું ઓડિટોરિયમ જુસ્સો અને ઉત્સાહથી છલકાઈ ગયું હતુ. પોતાના બાળકોને સન્માનિત થતા જોઈને માતા-પિતા ખુશીથી ગદગદ થઇ ગયા હતા. મુખ્ય મહેમાન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી દિનેશ કદમે સભાને સંબોધન કર્યુ હતુ. તેમણે બાળકના જીવનમાં રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે સમગ્ર વર્ષ દરમિયાન જી. ડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ના વિદ્યાર્થીઓએ નેશનલ ચેસ ચેમ્પિયનશિપ, બેડમિન્ટન ચેમ્પિયનશિપ, સ્વિમિંગ ચેમ્પિયનશિપ, ટ્રેક એન્ડ ફિલ્ડ, બાસ્કેટબોલ, ફૂટબોલ, એસજીએફઆઈ વગેરે જેવી ઘણી સ્પર્ધાઓમાં 65 થી વધુ વિદ્યાર્થીઓએ ખ્યાતી પ્રાપ્ત કરી હતી.
શાળા ના સ્પોર્ટ્સ કેપ્ટન માસ્ટર સાવન પટેલે તેમના વક્તવ્યથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા ડાઈરેકટર પ્રિન્સિપાલ શ્રીમતી જયશ્રી ચોરારિયા અને ડાઈરેકટર ઓપ્રેશન્સ શ્રિમતિ સેજલ ઠક્કરે શાળાની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર રમતગમત વિભાગને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રમતગમતના કાર્યક્રમો માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમનું સંપૂર્ણ ક્રોર્ડિનેશન એક્ટિવિટી ઈન્ચાર્જ શ્રીમતી અપર્ણા ભાવસાર અને સ્પોર્ટ્સ કોર્ડિનેટર શ્રી આશિષ સિંઘ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમનું સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની યશસ્વી હસવાણી અને શાળાના હેડ બોય શૌર્ય પુંડિર દ્વારા કરવામાં આવ્યું હતું.