સી.યુ.શાહ કોલેજ ઓફ ફ્રાર્મસી અને રીસર્ચ, રાજશી મીડિયા દ્વ્રારા ̋ફ્રાર્મસી ડે”̋ નિમિતે એક અનોખો પ્રયાસ

સુરેન્દ્રનગર, 27 સપ્ટેમ્બર: તારીખ ૨૫ સપ્ટેમ્બરના દિવસે ફ્રાર્મસી ડે̋ ની ઉજવણી સુરેન્દ્રનગર જીલ્લાની અને ગુજરાતમાં નામાંકિત ગણાતી શ્રી,સી,યુ,શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચ કોઠારિયા.વઢવાણ ગામ ખાતે કરવામાં આવી હતી, જે કોલેજ શ્રી સી.યુ.શાહ યુનિવર્સીટી સંલગ્ન છે. આ દિવસે રાજશી મીડિયા દ્વ્રારા “બ્લોગ રાઈટીંગ” આયોજન કરવામાં આવ્યું હતું.

“બ્લોગ રાઈટીંગ” જેને આપણેસૌ “કન્ટેન્ટ રાઈટીંગ” તરીકે પણ જાણીએ છીએ આ પ્રોગ્રામ દરમિયાન “બ્લોગ રાઈટીંગ” ની તકો અને ભવિષ્ય વિશે વધુ વાત કરતા રાજશી મીડિયા ક્રિએટર શ્રી.જીગર શારસ્વત એ જણાવ્યું કે આવનારા ટેકનોલોજી ના સમયમાં “બ્લોગ રાઈટીંગ”ની ખુબજ અગત્યનું કૌશલ્ય સાબિત થશે જેના થકી ફાર્મસીના વિદ્યાર્થીઓંને ફાર્મા કંપની,ફાર્મા મેગેઝીન તેમજ ફ્રાર્મસી ને લગતા શિક્ષણ માટે પણ તકો ઉભી થશે.

તેમજ આ પ્રોગ્રામમાં “બ્લોગ રાઈટીંગ”માં ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓં આયુશી  મહેતા,મૈત્રી વૈષ્ણવ, નીલ રાવલ, પ્રિશા પરમાર, શ્રેયશ પટેલ, સ્પર્શ કુરાની, હરદીપ ઝીંઝુવાડીયા, મુશ્કાન ગુપ્તા,ઓમ દવે  વગેરેએ ઉત્સાહભેર ભાગ લઇ ખુબજ સારો દેખાવ કરેલ  હતો.

આ પ્રોગમને સફળ બનાવવા માટે શ્રી,સી,યુ,શાહ યુનિવર્સીટીના  રજીસ્ટારશ્રી  ડો.નિમિત શાહ સાહેબ તેમજ શ્રી,સી,યુ,શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચના પ્રિન્સીપાલ ડો.આકૃતિ એસ.ખોડકીયા મેડમ તેમજ આ પ્રોગ્રામના કોર્ડીનેટરશ્રી પ્રો.જાગીર પટેલ સાહેબ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જેહમત ઉઠાવી હતી.