ડી બીઅર્સ ફોરેવરમાર્કે 24થી 26 ઓગસ્ટ, 2021 સુધી મુંબઈમાં એનું 10માં વાર્ષિક ઇન્ડિયા ફોરમનું આયોજન કર્યું છે. વર્ચ્યુઅલ અને પર્સનલ એમ હાઇબ્રિડ ઇવેન્ટમાં આયોજિત આ ફોરમમાં ડાયમન્ડ બ્રાન્ડ 8 lac પાર્ટનર્સ, હીરાના વેપારીઓ, ઉત્પાદકો અને ગ્રાહકો સુધી પહોંચી હતી.
ચાલુ વર્ષની થીમ ‘મેક લાઇફ બ્રિલિયન્ટ’ ડી બીઅર્સના ઉદ્દેશને પ્રતિંબિબિત કરતી હતી. વળી બ્રાન્ડ એની બિલ્ડિંગ ફોરેવરની કટિબદ્ધતા તથા એના સાહસિક અને મહત્વાકાંક્ષી 2030 સસ્ટેઇનેબિલિટી લક્ષ્યાંકો સાથે જ્વેલરીની સદાબહાર ડિઝાઇનો માટે એના ડાયમન્ડ એના ગ્રાહકો, સમુદાયો અને પૃથ્વી માટે મેક લાઇફ બ્રિલિયન્ટ બનાવવાની ક્ષમતા ધરાવે છે એવી માન્યતા ધરાવે છે, જેને આ ફોરમ વ્યક્ત કરે છે.
આ ત્રણ દિવસની ઇવેન્ટ દરમિયાન ડી બીઅર્સે કેટલીક રોમાંચક અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેમાં ફોરેવરમાર્ક™ નું નામ બદલીને ડી બીઅર્સ ફોરેવેર માર્ક સામેલ છે. નામમાં આ ફેરફાર ડી બીઅર્સના બ્રાન્ડના વિસ્તૃત પરિવર્તનનો ભાગ છે, જે ગ્રાહકોને મહત્વપૂર્ણ સામાજિક, પર્યાવરણલક્ષી અને કંપની જે સ્થળો પર અને જે લોકો વચ્ચે કામ કરે છે તેમના માટે જવાબદાર સોર્સિંગની માન્યતા સાથે જોડવા પર કેન્દ્રિત છે, જ્યાં કંપનીને હીરા મળે છે. આ ફોરેવરમાર્ક અને આઇકોનિક ડી બીઅર્સ બ્રાન્ડ, ડી બીઅર્સ ગ્રૂપની ફોરેવર સસ્ટેઇનેબિલિટી કટિબદ્ધતાઓ ઊભી કરવા અને કંપનીની 130 વર્ષથી વધારે ગાળાની હીરા સાથે કામ કરવાની કુશળતા વચ્ચે ગાઢ જોડાણ ઊભું કરશે. નામમાં ફેરફાર રિટેલ પાર્ટનર્સને મહત્વપૂર્ણ ફાયદા પણ આપશે, સંપૂર્ણ મૂલ્ય સાંકળમાં ડી બીઅર્સ ફોરેવરમાર્ક ડાયમન્ડ સપોર્ટની સકારાત્મક અસર વિશે વધારે અસરકારક રીતે જાણકારી આપશે. નામમાં આ પરિવર્તન ફોરેવરમાર્કની તમામ ચેનલ્સમાં લાગુ થશે, જેમાં મહેમાનોને ડી બીઅર્સ ફોરેવર બ્રાન્ડના નવા વાતાવરણનો અનુભવ મેળવવાની તક મળશે. ઉપરાંત જ્વેલરી હાઉસે એના નવા ડી બીઅર્સ ફોરેવરમાર્ક ડાયમન્ડ જ્વેલરી વેરિફિકેશન રિપોર્ટ પણ જાહેર કર્યો છે, જે ગ્રાહકની ડાયમન્ડની ખરીદી સાથે સંપૂર્ણ ઉત્પાદનને અધિકૃતતા આપશે.
ડી બીઅર્સ ફોરેવરમાર્કના સીઇઓ નેન્સી લિયુએ કહ્યું હતું કે, “અમને અમારા 10મા ડી બીઅર્સ ફોરેવરમાર્ક ફોરમમાં અમારા પાર્ટનર્સને આવકારવાની ખુશી છે. ગત દાયકા દરમિયાન અમે ડાયમન્ડ ઉદ્યોગમાં પરિવર્તન અને વિકાસ જોયા છે, સાથે સાથે ગ્રાહકની પસંદગી પણ બદલાઈ છે. ગ્રાહકોની એવી માગમાં વધારો થયો છે કે, તેઓ જે બ્રાન્ડ ખરીદે એમાં તેમના મૂલ્યો પ્રતિંબિબિત થાય અને વિશ્વાસ વધે. ફોરેવરમાર્ક ડાયમન્ડ સુંદરતા અને જવાબદાર સોર્સિંગના ઉચ્ચ ધારાધોરણો માટે હંમેશા કટિબદ્ધ છે તથા ડી બીઅર્સ નામને ફોરેવર સાથે વધારે સુસંગત બનાવવા અમે ડી બીઅર્સ દ્વારા વ્યક્ત મૂલ્યો અને કુશળતા સાથે ફોરેવરમાર્કની ખાતરી સાથે સીધું જોડાણ કરી શકીએ.”
ડી બીઅર્સ ફોરેવરમાર્કે એના ડિઝાઇનોના પોર્ટફોલિયોમાં એના લેટેસ્ટ ફાઇન જ્વેલરી કલેક્શન ફોરેવરમાર્ક અવન્તીનો ઉમેર્યો કર્યો છે. સંભાવનાઓની ભાવનાને વ્યવહારિક સ્વરૂપ આપવા, એને ધારણ કરનારને તેમની ક્ષમતાનો અહેસાસ કરાવવા અને દરરોજ સ્થાયી અસર છોડવા પ્રેરિત કરવા 36 પીસ તરંગો જેવા છે, જે કશી નવી શરૂઆતનું પ્રતીક છે. 18 કેરેટ યેલ્લો, વ્હાઇટ, અથવા રોઝ ગોલ્ડમાં સેટ દુર્લભ ડી બીઅર્સ ફોરેવરમાર્ક ડાયમન્ડ સેટ ધરાવતી સ્વચ્છ, ગોળાકાર ડિઝાઇનો જડેલા ડાયમન્ડની ચમક વધારવાની સાથે પણ ઉપલબ્ધ છે.
પોતાના પાર્ટનર્સને રિટેલમાં લેટેસ્ટ ટેકનોલોજીઓ દર્શાવવા જ્વેલરી હાઉસે એના નવા વર્ચ્યુઅલ સ્ટોર પણ રજૂ કર્યા હતા, જે ગ્રાહકોને 10મી સપ્ટેમ્બરે ભારતમાં ફોરેવર અવન્તી કલેક્શન લોંચ થાય એ અગાઉ જોવાની વિશિષ્ટ તક આપશે. 3ડી અનુભવ સાથે ગ્રાહકો કલેક્શનના અભિયાન સાથે તેમના મનપસંદ ઉત્પાદનો શોધવા કલેક્શનને જોવાની તક મેળવશે. તેઓ ઇમેલ અને વ્હોટ્સએપ અપડેટ્સ મેળવવા સાઇન-અપ થઈ શકશે, જે તેમને કલેક્શન ઉપલબ્ધ થવાની સાથે સૌપ્રથમ ખરીદી કરવાની સુવિધા આપશે.
ફોરમમાં ઉપસ્થિત લોકો સમક્ષ ડી બીઅર્સનો નવો વિશ્વસનિય સોર્સ પ્રોગ્રામ કોડ ઓફ ઓરિજિન પ્રસ્તુત થયો હતો. ભારતમાં કોડ ઓફ ઓરિજિન પ્રોગ્રામ 0.08 કેરેટ અને એનાથી ઓછો કેરેટ ધરાવતા ડાયમન્ડની રેન્જને આવરી લેશે. કોડ ઓફ ઓરિજિન સર્ટિફિકેટ સાથે જ્વેલરીનો દરેક પીસ ગ્રાહકને ખાતરી આપશે કે જ્વેલરીમાં સામેલ ડાયમન્ડ કુદરતી છે અને સંઘર્ષમુક્ત ક્ષેત્રમાંથી મેળવવામાં આવ્યો છે તથા ડી બીઅર્સે બોત્સ્વાના, કેનેડા, નામિબિયા કે દક્ષિણ આફ્રિકામાંથી મેળવ્યો હતો. ઉપરાંત આ ગ્રાહકોને એવી જાણકારી પણ આપે છે કે, તેમની જ્વેલરીમાં કોડ ઓફ ઓરિજિન ડાયમન્ડ લોકો અને સ્થળો પર સકારાત્મક અસર ધરાવે છે, જ્યાંથી એ મળ્યો હતો, ત્યાં રોજગારી, શિક્ષણ, હેલ્થકેર અને વન્યજીવ સંરક્ષણની સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ પણ કરે છે. અત્યારે કોડ ઓફ ઓરિજિન પ્રોગ્રામ મર્યાદિત સંખ્યામાં ડેવલપમેન્ટ પાર્ટનર્સ સાથે ચાલે છે અને એને 2022માં મોટા પાયે આગળ વધારવામાં આવશે.
આ ઉપરાંત ઇવેન્ટ દરમિયાન ડી બીઅર્સ અને નેશનલ જિયોગ્રાફિક વચ્ચે આફ્રિકામાં સૌથી વધુ મહત્વપૂર્ણ સંરક્ષણ પડકારો પૈકીના એક પડકારનેં સમાધાન કરવા વ્યૂહાત્મક ભાગીદારી ઓકોવાન્ગો એટરનલ શરૂ કરવાની જાહેરાત પણ થઈ હતી. આ પડકાર છે – ઓકાવાન્ગો ડેલ્ટાના પાણીના સ્તોત્રોનું સંરક્ષણ અને જીવો અને આજીવિકાને સમર્થન. પાંચ વર્ષની આ કટિબદ્ધતા કે ભાગીદારી આફ્રિકાની દુર્લભ પ્રજાતિઓના સંરક્ષણમાં મદદરૂપ થશે, એક મિલિયનથી વધારે લોકો માટે પાણી અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે તથા 10,000 લોકો માટે આજીવિકાની તકો ઊભી કરશે, જે આગામી વર્ષોમાં આ વિસ્તારના લાંબા ગાળાના વિકાસ અને સુધારા માટે મહત્વપૂર્ણ રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાર્ટનરશિપ સહિયારી આર્થિક તકો તરફ દોરી જાય એવા પારિસ્થિતિક સમાધાનો પ્રદાન કરવા સંપૂર્ણ ઓકાવાન્ગોમાં સમુદાયો સાથે ખભેખભો મિલાવીને કામ કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે.
ડી બીઅર્સ ઈન્ડિયાના મેનેજીંગ ડીરેકટર, સચીન જૈને કહ્યું હતું કે, “અમે ચાલુ વર્ષના ફોરમની થીમ ઉચિત રાખી છે – ‘મેક લાઇફ બ્રિલિયન્ટ.’ અગાઉ કરતા અમે અમારા સામાજિક ઉદ્દેશ સાથે વિવિધ ગ્રાહકો સાથે જોડાવાની અમારી ક્ષમતાથી વધારે વાકેફ થયા છીએ અને આ પેઢીની સાથે ભવિષ્યની પેઢીઓનું જીવન ઉજ્જવળ બનાવવા કટિબદ્ધ થયા છીએ. ચાલુ વર્ષની ફોરમ અમારા માટે યાદગાર પ્રસંગ છે, જેમાં અમે નવા સ્થિતિસંજોગોમાં વર્ચ્યુઅલ અને ફિઝિકલ એમ બંને માધ્યમનો સ્વીકાર કર્યો છે. આ અમારા માટે ત્રણ દિવસ સુધી અમારા પાર્ટનર્સને એકમંચ પર લાવવાની, તેમની સાથે સંવાદ કરવાની અને વ્યવહાર કરવાની એક તક છે. અમે કેટલીક નવી અને રોમાંચક જાહેરાતો કરી છે, જેમાં અમારા ડી બીઅર્સ ફોરેવરમાર્કનું રિબ્રાન્ડિંગ, ફોરેવરમાર્ક અવન્તી કલેક્શનની પ્રસ્તુતિ અને અમારા નવા કોડ ઓફ ઓરિજન પ્રોગ્રામ તેમજ નેશનલ જિયોગ્રાફિક સાથે અમારી પ્રોત્સાહક નવી પાર્ટનરશિપ સામેલ છે.”
ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટ સલામતી અને સાવચેતીના તમામ પગલાં સાથે હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રવેશ પર રેપિડ એન્ટિજેન ટેસ્ટ, રસીકરણ પ્રમાણપત્રોની ચકાસણી, તાપમાનની ચકાસણી અને ફરજિયાત માસ્ક જેવા પગલાં સામેલ હતા. આ ઉપરાંત બ્રાન્ડે વ્યક્તિ ચેપી રોગના કોઈ ચિહ્નો ધરાવે છે કે નહીં એ નક્કી કરવા ઉપયોગ થતી નોન-ઇન્વેસિવ ટેકનોલોજી એઆઈ-પાવર્ડ પ્રોડક્ટ પ્રીડિક્ટમેડિક્સ સેફ એન્ટ્રી સ્ટેશન્સનો પણ ઉપયોગ કર્યો હતો.